Home | Menu | Sign Up | Donate
Tammy Duckworth for Congress

ઘણા ઉમેદેવારો અને ચુંટાયેલા નેતાઓ અમુક વિષયો માટે સાચી વાતો કરે છે, પરંતુ ઘણા બધા ખરી જરૂરીયાત વખતેજ નિષ્ફળ જાય છે. આજીવિકા માટે સંઘર્ષ કરતા લોકોની આપવીતીને હું બરાબર સમજી શકું છું; કારણકે હું પણ એકવાર તેવી સ્થિતિમાં હતી.

મારા પિતા જેઓ ભૂતપૂર્વ સૈનિક હતા તેમણે જીઆઈ બીલ ધ્વારા કોલેજશિક્ષણ પ્રાપ્ત કર્યા પછી સારી નોકરી મેળવી હતી પણ તેમણે ૫૫ વર્ષની ઉંમરે નોકરી ગુમાવી અને અમારા કુટુંબ પર જાણે આભ તૂટી પડ્યું.ત્યારે અમે બધાએ ભેગા થઈને કુટુંબની જવાબદારી માથે લીધી. મારી માતાએ સિલાઈકામ શરૂ કર્યું. મેં લઘુત્તમ વેતને સ્કુલ પછીની નોકરી ચાલુ કરી. અથાક મહેનત, ફૂડ સ્ટેમ્પ્સ અને ધર્માદાને લીધે પગભર થવાનું શક્ય બન્યું.આવા અનુભવોમાંથી હું એ શીખીકે વ્યવહારિક પ્રશ્નોના નિરાકરણ માટે હું ખુબ મહેનત કરીશ.

મારા માટે આ જંગમાં મુખ્ય વાત હોયતો એ કે પાયાની જરૂરિયાત,શિક્ષણ અને રોજગારતાલીમને અગ્રતા માટેની રૂપરેખા રજુ કરવી તે. હું માનું છું કે આપણે ૨% ધનાધ્યવર્ગ માટેનો બુશ ટેક્ષકટ આપણે નાબુદ કરવો જોઈએ, વેરો ભરવાનું ટાળતી મોટી કંપનીઓ પર સખતાઈથી કામ લેવું જોઈએ અને ખોટા કારણોસર યુદ્ધને પ્રોત્સાહન આપનાર લોકોની સામે બોલવું જોઈએ. આપણે રોજગાર માટેની નવી તક ઉભી કરવી જોઈએ, કરનિયમોને સુધારવા જોઈએ અને બધા લોકો માટે એકજ સરખાં નિયમો હોય તે ચોક્કસ કરવું જોઈએ.

ઈરાકમાં જયારે મારૂં હેલીકોપ્ટર તોડી પાડવામાં આવ્યું ત્યારે હું કદાચ ન બચી હોત. હું માનું છું કે હવેનો સમય મારા માટે બીજો જન્મ છે. એનો અર્થ એ કે મારી માન્યતાઓ માટે હું અડગતાથી ઉભી રહું અને મને જે સાચ્ચું લાગે તે બોલું.અમુક વિષયો જેવાકે સંરક્ષણ વિભાગમાં બિનજરૂરી ખર્ચ, બિનકુશળતા અને ખોટા બગાડ સામે લડત-આ સંબંધે હું મારો વિશિષ્ઠ અભિપ્રાય રજુ કરૂં.

બ્લેક્હોક પાઈલોટ ટેમી ડકવર્થ યુદ્ધના એક અનુભવી છે જેમનું હેલીકોપ્ટર ઈરાકમાં તોડી પાડવામાં આવ્યું હતું જેને કારણે તેમણે પોતાના બન્ને પગ ગુમાવ્યા છે અને મહદઅંશે જમણા હાથની કાર્યક્ષમતા પણ.તેઓને આ કારણે 'પર્પલ હાર્ટ' પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ૨૦૦૬માં ઈલીનોઈ ડીપાર્ટમેંટ ઓફ વેટરન્સ એફેઈર્સના વડા તરીકે તેમને નિમવામાં આવ્યા હતા. પ્રમુખ શ્રી ઓબામાએ ૨૦૦૯માં તેમની નિમણુક યુએસ ડીપાર્ટમેંટ ઓફ વેટરન્સ એફેઈર્સના ઉપનિયામક તરીકે કરી જ્યાં તેમને નિવૃત્ત સૈનિકોની સુવિધાઓ સુધારવા માટે અને તેઓ બેઘર ન થાય તે માટે અથાગ પ્રયત્નો કર્યા. તેઓ તેમના પતિ આર્મિ મેજર બ્રિઆન સાથે હોફમેન એસ્ટેટમાં રહે છે.

 
 

Courage and Common Sense

Tammy Duckworth and Senator Durbin

Tammy Duckworth has shown courage in her life and has shown common sense when it comes to dealing with the challenges that we face. She can not only help the veterans get on their feet, she can help unemployed workers as well. I am proud to endorse her.

She's the kind of person we need in Washington to make the practical decisions that will move this economy forward out of the recession, creating good paying jobs for the future. People in the 8th district will have a strong voice in Tammy Duckworth.

Senator Dick Durbin, (D-Illinois)
Watch the video